
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક
April 10 @ 7:30 pm - 9:00 pm

શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક (૨૬૬૩ મો) ગુરુવાર 10/04/2025 ચૈત્ર સુદ ૧૩
શ્રી મહાવીર સ્વામી ભગવાન ” જન્મ કલ્યાણક”
“ઇક જન્મ્યો રાજ દૂલારો…દુનિયાનો તારણહારો । ‘વર્ધમાન ‘ નુ નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો । …..
ભગવાન શ્રી મહાવીર જે ગત. ૨૬માં ભવમાં ઊઘ્ર્વાકાશમાં અસંખ્ય ગાઉ દૂર વૈમાનિક નિકાયના ‘પ્રાણત’ કલ્પમાં દેવ તરીકે હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતા ૨૭માં ભવમાં ભારતની પૂર્વદિશામાં આવેલી વૈશાલી નગરીના ઉપનગર બ્રાહ્મણકુંડના બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતર્યા.
પૂર્વે કરેલા કુળના અભિમાનના કારણે તેઓને બ્રાહ્મણકુળમાં અવતરવું પડયું. મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની. તીર્થંકરો જેવી વ્યકિતઓ માટે નિયમ એવો છે કે અંતિમ ભવમાં ઉરચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિકુળ વંશમાં જ જન્મ લે. દેવલોકના ઇન્દ્રએ અવધિજ્ઞાનથી આ ઘટનાને જૉતા તેઓએ ક્ષત્રિયકુળનું યોગ્ય સ્થાન નક્કી કરી.
હરિ-ણૈગમેષી દેવ દ્વારા ગર્ભપરાવર્તનનો આદેશ આપી દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને ક્ષત્રિયકુંડ ગામના રાજા સિદ્ધાર્થની પત્ની ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે.
કરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે.ત્રિશલારાણીના ગર્ભમાં સ્થાપિત થયા બાદ માતા ત્રિશલા મઘ્યરાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. તેનો ફળાદેશ એ હતો કે તેઓ તીર્થંકર જેવા મહાપુરુષની માતા બનવાના છે અને આમ તેઓ ‘વિશ્વમાતા’નું બિરુદ’ પામ્યાં.
જન્મ કલ્યાણક: વિ.સંવત ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૬૩૬ વર્ષની ચૈત્ર સુદ ૧૩(તેરસ)ની મઘ્યરાત્રિએ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ વિશ્વોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો.
ત્રણે લોકમાં (સ્વર્ગ, પાતાળ, મૃત્યુ) દિવ્ય પ્રકાશ પથરાઇ ગયો. દેવદેવીઓએ મહોત્સવ કરી ગુણગાનથી સ્તવના કરી ભગવાનને મેરુપર્વત પર લાવીને સ્નાનાભિષેક કર્યો. ત્યાર પછી માતાપિતાએ જન્મોત્સવ ઊજવ્યો. સર્વત્ર ધનધાન્યની વૃદ્ધિ થવાથી ગુણનિષ્પન નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.
બાળ વર્ધમાનની નિર્ભયતા અને નીડરતાના અનેક પ્રસંગોએ પ્રભુ વર્ધમાનને લોકો ‘મહાવીર’ કહેવા લાગ્યા…….
જ્ઞાન બિમલ ગુરુ વયણે આજે ,ગુણ તમારા ગાવે હરખે….થઈ સુકાની તુ પ્રભુ આવે , ભવજલ નૈય્યા પાર લગાવે….
ઘર ઘર મા આનંદ છવાયો…પ્રભુનો જન્મ મહોત્સવ આવ્યો રે….