- This event has passed.
ચૈત્ર માસની શ્રી નવપદની આયંબીલ ઓળી
19/04/2021 - 28/04/2021
🙏 પ્રણામ🙏
ચૈત્ર માસની શ્રી નવપદની આયંબીલ ઓળી
🗓️ ચૈત્ર સુદ – ૭ થી ચૈત્ર સુદ – ૧૫ (સોમવાર, ૧૯ એપ્રિલ થી મંગળવાર, ૨૭ એપ્રિલ ૨૦૨૧) 🗓️
હાલના સંજોગોને લીધે ઓનલાઇનનો સહારો લેવો પડે છે. મહાવીર ફોઉન્ડેશનને આયંબીલ ઓળી દરમ્યાન નીચે મુજબ કાર્યક્રમ ગોઠવીયા છે.
📖 મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મ.સા (J.P. Gurudev), લોનાવાલા 📖 આપણાં શ્રી સંઘની વિનંતિ ને માન આપી પ્રત્યેક પદની આરાધના મુજબ તે વિષય પર વિશિષ્ટ ચિંતન સાથે શાનદાર પ્રેરક પ્રવચન: નવપદની આરાધના, સિદ્ધચક્રની સાધના ફરમાવશે. સમય: સવારે ૧૦. ૦૦ થી ૧૧. ૦૦
ના ચૂકશો કોઇ આ પ્રવચન, જરુર સાંભળજો ગુરુદેવનું ચિંતન.
📖 રમેશભાઈ ખંધાર , USA 📖, સોમવાર, ૧૯ એપ્રિલ; બુધવાર, ૨૧ એપ્રિલ; શુક્રવાર, ૨૩ એપ્રિલ તથા સોમવાર, ૨૭ એપ્રિલ, સાંજે ૮:૧૫ કલાકે શ્રીપાળરાજા અને મયણાસુંદરી કથા
🎼 ભક્તિ-ભાવના 🎼વગર ચાલે નહિ!
હર્ષીલભાઈ – મોક્ષીતભાઈની જોડી (અમદાવાદ) મંગળવાર, ૨૦ એપ્રિલ; રવિવાર, ૨૫ એપ્રિલ, મંગળવાર, ૨૭ એપ્રિલ, સાંજે, ૬:૦૦ કલાકે ભક્તિ કરશે ત્યાર બાદ આરતી મંગળ દીવો કરીશું
મુકેશભાઈ, દેરાસરમાં ગુરુવાર, ૨૨ એપ્રિલ તથા શનિવાર ૨ ૪ એપ્રિલ, સાંજે ૮:૧૫ કલાકે ભક્તિ કરશે
🎗️ વિશેષ નોંધ: 🎗️
ચૈત્ર સુદ – ૧૩ (રવિવાર, ૨૫ એપ્રિલ) નાં શુભ દિવસે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાન નાં જન્મ કલ્યાણક ની શાનદાર ઉજવણી
➡️ મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મ.સા જન્મ વાંચન સાથે ખૂબ જ ભક્તિમય વાતાવરણ માં અધ્યાત્મ સ્વરુપે કરાવવામાં આવશે.
➡️ હર્ષીલભાઈ – મોક્ષીતભાઈ જન્મ કલ્યાણક ભક્તિ-ભાવના કરાવશે.
સર્વ પુણ્યશાળીઓને અવશ્ય લાભ લેવા વિનંતિ છે
❗ ઉપરની વિગત ની વધુ માહિતી ટૂંક સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે