 
Maun Ekadashi

Maun Ekadashi is a very important day for Jains.
This day is so auspicious that any adoration, worship and penance performed in silence is multiplied by 150 times so even one fast achieves the fruits of 150 fasts. It is believed that a worshipper, by performing all the rites and rituals of Maun Ekadashi for a period of 11 years and 11 months, can achieve salvation in an upcoming life.
The following worship rites are also observed in silence on this day:
1. A fast
2. Kaussagga of 12 Logassa
3. 12 Khamasaman
4. 12 Swastiks
5. 20 Narvkaar Vali of Jap Pad: Om Rhim Shrim Mallinath Sarvagnay Namah!
If possible, please try to observe – Poshadh, Desavgasik, Samayik, Pratrikraman, listen to Discourses, a Fast, Aymbil, Ekaasnu, Navkaar Jap, Navkaarsi, Chauvihaar.
On this day, observe silence and chant one Mala (Rosary of beads) of each Kalyanak according to Mantras in the table – making a total of 150 Malas.
મૌન એકાદશી પર્વ.
માગશર સુદ ૧૧
મૌન એકાદશી ચાતુર્માસ પૂર્ણ થયા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. અને પૌષધ કરનારને ૧૫૦ પૌષધનું જેટલું ફળ મળે છે આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.
એક વાર બાવીશમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે શ્રી કૃષ્ણ મહારાજે પૂછ્યું કે “ભગવાન! વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ પણ ઘણું ફળ આપે?”
જવાબમાં પ્રભુએ જણાવ્યું કે, “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે.
તે આ પ્રમાણે :- આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે
૧). ૧૮માં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
૨). ૨૨માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
૩-૪-૫). ૧૯માં શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.
એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે.
એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી ૫૦ કલ્યાણકો થયાં.
આ પ્રમાણે વર્તમાન ચોવીસીના ૫૦, અતીત(ગઈ) ચોવીસીના ૫૦ અને અનાગત(આવતી) ચોવીસીના ૫૦ એમ કુલ ૧૫૦ કલ્યાણકો આ તિથિએ થયાં છે.
માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ ૧૧ વર્ષે પૂરો થાય છે.
આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે

