- This event has passed.
મૌન એકાદશી પર્વ
23/12/2023
મૌન એકાદશી પર્વ (શનિવાર 23/12/2023)
મૌન એકાદશી પર્વ
આવતીકાલે (શનિવાર 23/12/2023)
મૌન એકાદશી
ચાતુર્માસ પૂર્ણ થાય છે પછી માગસર સુદ એકાદશીના દિવસે મૌન એકાદશી પર્વ આવે છે.
આ દિવસે 150 કલ્યાણક થયા છે, તેનાથી આ દિવસે ઉપવાસ કરતાં 150 ઉપવાસના ફળ મળે છે.
એક વખત બાવીસમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં આવ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછ્યું: “ભગવાન! 360 દિવસના વર્ષમાં કયો દિવસ સર્વોત્તમ છે, જે દિવસે ઉપવાસ અથવા તપના ફળ અધિક થાય છે?”
ઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુએ જણાવ્યું: “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે આ દિવસ ત્રણ ચોવીશી તીર્થંકરોના કુલ 150 કલ્યાણક થયા છે.
તે આ રીતે:
આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના
18માં શ્રી અરનાથ પ્રભુનો દીક્ષા કલ્યાણક થયો હતો.
21માં શ્રી નેમિનાથ પ્રભુનો કેવલજ્ઞાન કલ્યાણક થયો હતો.
19માં શ્રી મલ્લીનાથ પ્રભુનું જન્મ, દીક્ષા, અને કેવલજ્ઞાન એવા ત્રણ કલ્યાણક આ દિવસ થયા છે.
આ રીતે ભરતક્ષેત્રમાં કુલ પાંચ કલ્યાણક થયા છે.
આ રીતે કુલ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થતાં કુલ ૫૦ કલ્યાણક થયા છે.
આ રીતે વર્તમાન ચોવીશીના 50, અતીત (પાછળ) ચોવીશીના 50, અને આવનાર ચોવીશીના 50 કલ્યાણક આ દિવસ થયા છે.
આ રીતે આ દિવસ ઉપવાસ કરતાં અથવા અન્ય કોઈ પૂજન કરતાં 150 ગુણ વધુ ફળ મળવા પાત્ર છે.
મૌન ચાર પ્રકારનો હોઈ શકે છે:
1- વાણીનો મૌન / 2- કાયાનો મૌન / 3- ઇન્દ્રિયોનો મૌન / 4- મનનો મૌન
અને એક મૌન છે અને તે આત્માનો મૌન છે I આત્માનો મૌન એ સર્વશ્રેષ્ઠ મૌન છે।