નવકાર મંત્રની રચના

નમો અરિહંતાણં        –     અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો સિદ્ધાણં              –     સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો આયરિયાણં      –     આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો ઉવજ્ઝાયાણં     –     ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો લોએ સવ્વસાહૂણં-     લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.

એસો પંચનમુક્કારો     –     આ પાંચને કરેલો નમસ્કાર.

સવ્વપાવપ્પણાસણો   –     સર્વ પાપોનો નાશક છે.

મંગલાણંચ સવ્વેસિં    –     અને સર્વ મંગલોમાં

પઢમં હવઈ મંગલં     –     પ્રથમ મંગલ છે.

નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે.

કુલ અક્ષર ૬૮
ગુરૂ અક્ષર ૭ અને
લઘુ અક્ષર ૬૧ છે

જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય.  સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન.

પદ                                    સંપદા

નમો અરિહંતાણં           નમો અરિહંતાણં

નમો સિદ્ધાણં                 નમો સિદ્ધાણં

નમો આયરિયાણં          નમો આયરિયાણં

નમો ઉવજ્ઝાયાણં         નમો ઉવજ્ઝાયાણં

નમો લોએ સવ્વસાહૂણં     નમો લોએ સવ્વસાહૂણં

એસો પંચનમુક્કારો        એસો પંચનમુક્કારો

સવ્વપાવપ્પણાસણો       સવ્વપાવપ્પણાસણો

મંગલાણં ચ સવ્વેસિં        પઢમં હવઈ મંગલં

બે પદ મંગલાણં ચ સવ્વેસિં અને પઢમં હવઈ મંગલં એક જ સંપદા ગણાય છે.

નવકારનો પ્રકાશ  
નવકાર મહિમાનો નહિ પાર

હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માલા[અપરનામ પુષ્પમાલા]માં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘલા સુખોનું મૂલ નવકાર છે. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે.

આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી.  યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે, પરંતુ તે નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.

નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે.

નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાલવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે. દરિદ્રતાના કંદને ઉખેડી નાખવા માટે  વરાહની દાઢા છે. સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.

શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.

નમો અરિહંતાણં

શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજશ્રીએ સરસ્વતી નદીને કિનારે સિદ્ધપૂર નગરમાં માહાત્મય રચેલ છે.:-

પાંચ મેરૂ સમાન, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો. પાંચ પદનુ જે મનુષ્ય ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને સંસારનું ભવભ્રમણ ક્યાંથી હોય.

તીર્થંકરના વચનના ૩૫ ગુણોની જેમ પાંચ પરમેષ્ઠિના ૩૫ અક્ષર તમારૃં કલ્યાણ કરો.  અરિહંતના શરણે આવેલ મનુષ્યોને રાજાઓ પણ વશ થાય છે. દેવતાઓ નમસ્કાર કરે છે. ભવનપતિદેવો- આદિ ઝેરી પ્રાણીનો ભય રહેતો નથી. માટે જીવ તથા કર્મનો સંયોગ કર્મપાસથી બચાવનાર શ્રી જિનેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. તે મનુષ્ય મન-વચન કાયાથી શુદ્ધિ વડે સરલ  થઈને ત્રણ ભુવનમાં મુકુટ મણિની જેમ શોભે છે. અને મોક્ષને મેલ છે. સાત ક્ષેત્રમાં ફલ આ સાત અક્ષરો (નમો અરિહંતાણં) મારા સાતે  ભયનો નાશ કરો.

નમો સિદ્ધાણં

જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી મરણ નથી.

સિદ્ધ ભગવંતો અમોને સિદ્ધિ આપનાર થાઓ. ત્રણ રેખા અને માથે અનુશ્વાર વા ણંકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ૩ રત્નોથી યુક્ત આત્મા મોક્ષને પામે છે.

ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આ પાંચ શરીરનો નાશ કરનાર અને પાંચમી સિદ્ધ ગતિને આપનાર નમો સિદ્ધાણંના પાંચ અક્ષરો જન્મ, જરા, મરણ આદિ દુઃખથી રક્ષણ કરો.

નમો આયરિયાણં

આચાર્યઃ- જેમના આચાર મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનાર હોય, જેમણે આચાર્યનું શરણ લીધું છે. તેમને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી. મન, વચન, કાયાના કષ્ટો હોતા નથી. નમો આયરિયાણંના સાત અક્ષરો સાતે દુર્ગમાં તેઓને નાશ કરનારા થાઓ. ણં કાર-ધર્મ, અર્થ, કામ, વિષે સમાન દૃષ્ટિવાફ્રા છે. તેઓ સજ્જનોમાં શિરોમણી રૂપ થાય છે, એમ સૂચવે છે. ધર્મ, અર્થ, કામ અથવા શત્રુ, મિત્ર, ઉદાસીન રાગ, દ્વેષ, મોહ ધારણ કરાય છે.

 નમો ઉવજ્ઝાયાણં

નમો ઉવજ્ઝાયાણં સાત અક્ષરોથી મુક્ત આ પદ સાત વ્યસનનો નાશ કરો. ણં કારથી વિનય-શ્રુત-શીલ વગેરે ગુણો મોક્ષ પ્રાપ્ત કરનારા થાય એમ સૂચવે છે. ઉપાધ્યાયનું શરણું લેનાર મનુષ્ય મન વચન કાયા રૂપી ત્રણ દંડ વડે પીડા પામતો નથી. ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયથી દંડાતો નથી

નમો લોએ સવ્વસાહૂણં

નમો લોએ સવ્વસાહૂણં-સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતી નથી, દરિદ્રતા સતાવતી નથી. સ્નેહીનો વિયોગ થતો નથી. ણં કાર સદા ચારિત્ર પાલનમાં તત્પર એવા મહામુનિઓની ત્રણ મુક્તિ પાલન કરવામાં પાટુતા સુચવે છે. નવ અક્ષરો ધર્મકર્મમાં કુશફ્ર કરો.

જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, મુક્તિથી પ્રવિત્ર થઈ આ પંચ નમુક્કારનું ત્રિકાફ્ર સ્મરણ કરે છે, તેને શત્રુ મિત્ર રૂપ બની જાય છે. વિષ અમૃત થાય છે. મંત્રતંત્ર પરાભવ કરી શકાતો નથી, જો શક્ય ન હોય તો પરમેષ્ઠિના પહેલા અક્ષર બનતા “આ સિ આ ઉ સા” મંત્રને યાદ કરીને પણ અનંત જીવો યમના બંધનથી મુક્ત થાય છે. અથવા તો આ આદ્ય અક્ષરોની સંધિ કરવાથી અ+ અ+ આ+ ઉ+ મ =Hબને છે. જેવા જાપકરવાથી પણ મોહ વશ થાય છે. જો તેટલું પણ ન બોલાય તો શ્રવણ કરવું.

જિનેશ્વર દેવ મને શરણભુત હો. જિન દાતા છે, જિન ભક્તિ છે, સર્વ જગત જિન છે. જિન સર્વત્ર જયવંતા આ લોક, પરલોકમાં નિર્વિદ છે. મંગફ્ર શક્તિ વરે છે.

આઠ કર્મનો નાશ કરનાર હે સિદ્ધ ભગવંતનું શરણ હો. ૩૬ ગુણવાન ગણધરોનું શરણ હો. સર્વ સૂત્રોના ઉપદેશક ઉપાધ્યાય ભગવંતનું મને શરણ હો. જ્ઞાન, દર્શન, ચારિત્રરત્નરૂપી  સાધુનું શરણ હો. પંચ પરમેષ્ઠિ રૂપ નમસ્કાર મહામંત્ર સર્વદા હંમેશા વિનય પામો.

*  નમો અરિહંતાણંના સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો.
*  નમો સિદ્ધાણં જન્મજરામૃત્યુના સ્વભાવવાલા સંસારથી રક્ષણ કરો.
*  નમો આયરિયાણંના સાત અક્ષરસાત નરકનો નાશ કરો.
*  નમો ઉવજ્ઝાયાણંના સાત અક્ષર સાત વ્યસનનો ત્યાગ કરો.
*  પંચમ પદ નમો લોએ સવ્વસાહૂણં ધર્મ વિશે નવો ભાવ આપો.
*  નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે.
*  સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
*  નમસ્કારની ભક્તિ કરનારનો જીવ આઠભવમાં સિદ્ધ પામે છે.
*   લોકને પરલોકમાં નિર્વિઘ્ને સકલ લક્ષ્મીને વરે છે.
*  બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર અને દેવોના સામ્રાજ્યને અને    શિવપદને આપનાર  પાંચ નમસ્કાર જયવંત હો.
*  કર્મ ક્ષય .થાય છે
*  જન્મ વખતે જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિ થાય છે.
*  સુતાજાગતાબહાર જતાં આવતાંકષ્ટભય હોય ત્યારેગમે ત્યારે જાપ કરવો.

Leave a comment

Derasar Hours

Monday to Friday
Mornings:
DARSHAN: 8:30am to 12:30pm
POOJA: Upto 12.15pm
Saturday - Sunday
DARSHAN: 8:30am to 1:30pm
POOJA: Upto 1.15pm

Evenings:
DARSHAN: 6.00pm to 8:00pm
AARTI: 7:30pm


Subscribe to WhatsApp Group

Contact Us

Registered Address:
Mahavir Foundation Ltd.
557 Kenton Road, Kenton, Middlesex HA3 9RS
Company Registration No: 02132728
Registered Charity No: 296175

020 8206 1659
info@mahavirfoundation.com

Mahavir Foundation © 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi